નાયલોન ખમણ ઢોકળા | ગુજરાતી નાયલોન ખમણ ઢોકળા | ક્વિક નાયલોન ખમણ ઢોકળા | Nylon Khaman Dhokla (gujarati Recipe)
Foodie
નાયલોન ખમણ ઢોકળા | ગુજરાતી નાયલોન ખમણ ઢોકળા | ક્વિક નાયલોન ખમણ ઢોકળા | nylon khamman dhokla in Gujarati | with 26 amazing images.
આ નાયલોન ખમણ ઢોકળા એટલા સુંવાળા, પોચા અને લવચીક છે કે તેને નાયલોન ઢોકળાનું નામ આપવું યોગ્ય જ ગણાય. જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે આ ઢોકળા બનાવશો, તો તેની રીત એવી સરળ છે કે તમે એક કે બે વખત બનાવશો તો તમને તેની રીત બરોબર આવડી જશે.
તેના ખીરામાં ઉમેરાતી બે વસ્તુઓ એટલે કે ખાવાની સોડા અને વઘારના પાણીના માપનું પ્રમાણ આ મસ્ત પોચા અને સુંવાળા ઢોકળા માટે ખાસ મહત્વની છે. વઘાર તો ત્યારે જ કરવાનું જ્યારે તમે ઢોકળા પીરસવા તૈયાર હો અને જુઓ તમને ૧૦૦% સફળતા જરૂરથી મળશે.
આ નાયલોન ખમણ ઢોકળા તમે સવારે નાસ્તા માટે તેમજ સાંજે ચા નાસ્તા માટે ખાય શકો છો.
વિગતવાર ફોટો સાથે નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી
ફોટા સાથે નાયલોન ખમણ ઢોકળા બનાવવાની રીત
નાયલોન ખમણ ઢોકળા બનાવવા માટે, પેહલા એક ઊંડા બાઉલમાં ૧ ૧/૨ કપ ચણાનો લોટ લો. આ આશરે ૨૫૦ ગ્રામ સુધી પહોંચશે.
હવે તેમાં રવો ઉમેરો.
હવે બાઉલમાં સાકર ઉમેરો. ખમણ ઢોકળા બનાવવાના બે રસ્તાઓ છે - પ્રથમ સાકરને ખીરામાં ઉમેરો અને બીજો ઢોકળા ઉપર રેડવામાં આવતા વધારમાં સાકરને ઉમેરો. જો તમે ખીરામાં સાકર ઉમેરવા માંગતા ન હો, તો તમે તેને તેલ-પાણીના વધારમાં ઉમેરી શકો છો, તેને ઓગાળવા દો અને પછી તેને ઢોકળા ઉપર રેડો.
-14017_gujarati.jpg)